મુખ્ય સામગ્રી પર જાઓ

ભગવદ્ ગીતા નો મુખ્ય સંક્ષિપ્ત સાર

 



 ધર્મનું કામ શું   ?

આપણને એ તો ખબર છે કે હું જીવ અને પંચમહાભૂતોનું શરીર આ બે અલગ છે હું જીવ (આત્મા) છું અને મને જે મનુષ્યનું શરીર મળ્યું છે તે સાધન છે હું જીવ (આત્મા) શરીરનો માલિક છું.

હું જીવ અવિનાશી છું જે શરીર બદલે છે 

જીવની શરીરમાં ચાર અવસ્થા હોય છે
  1. જાગ્રત   
  2. સ્વપ્ન  
  3. સુષુપ્તિ  
  4. તુરીય 

 આજના વૈજ્ઞાનિક યુગમાં આ ચાર અવસ્થા સમજવા માટે શરીરનું નિયંત્રણ કરનાર જે મન છે તે મનના બે ભાગ છે. 

  1. જાગ્રત મન 
  2. અજાગ્રત મન

(1) જાગ્રત મન :  
પાંચ જ્ઞાનેન્દ્રિય :  કાન ચામડી આંખ જીભ નાક 
પાંચ કર્મેન્દ્રિય  : જીભ હાથ પગ ગુદા ઉપસ્થ
 પાંચ વિષય : શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જાગ્રત મનને પાંચ વિષયનું જ્ઞાન પાંચ જ્ઞાનેન્દ્રિય થી થાય છે જ્યારે મન  પાંચ વિષય નો ઉપભોગ પાંચ કર્મેન્દ્રિય થી કરે છે. 

(2) અજાગ્રત મન :  રુધિરાભિસરણ શ્વસનતંત્ર  પાચનતંત્ર ઉત્સર્ગ તંત્ર સ્ત્રાવતંત્ર   પ્રજનનતંત્ર .... શરીરમાં થતી આવી બધી ક્રિયાઓ જે 24 કલાક વ્યક્તિ ઊંઘતો હોય તો પણ આપમેળે થતી જણાય છે આ બધી ક્રિયાઓ અજાગ્રત મન કરે છે

 શરીરની ચાર અવસ્થા 

(1) જાગ્રત અવસ્થા :  જાગ્રત મન કાર્યરત હોય છે 
(2) તંદ્રા અવસ્થા :  આ અવસ્થા  જાગ્રત મન અને અજાગ્રત મનનો સંધિ કાળ. જોડાણનો કાળ છે એટલે જાગ્રત મન કામ કરવાનું બંધ કરતું હોય છે જાગ્રત અવસ્થા અને નિદ્રા (ઊંઘ) આ બે વચ્ચેનો સમય

(3) સ્વપ્ન અવસ્થા : ઊંઘમાં સ્વપ્ન જોતા હોય છે ત્યારે મનને સ્વપ્નમાં સંવેદનાનો અનુભવ થાય છે.

(4) નિદ્રા અવસ્થા : ગાઢ નિંદ્રા (ઊંઘ) જેમાં વ્યક્તિને કોઈ અનુભવ નથી હોતો.

હૃદયમાં તકલીફ થાય તો ઇસીજી કરવામાં આવે અને મગજમાં તકલીફ હોય તો ઇઇજી કરવામાં આવે છે ઈઇજી મા એક સેકન્ડમાં જે તરંગો ઉત્પન્ન થાય તેના આધારે પણ મગજની અવસ્થા નક્કી કરવામાં આવે છે. 

  • બીટા  જાગ્રત : 14 થી 35
  • આલ્ફા તંદ્રા  :    7 થી 14   
  • થીટા  નિંદ્રા :      4 થી 7

તંદ્રા અવસ્થામાં દરમિયાન વ્યક્તિનું જાગ્રત મન કામ કરતું નથી તેમજ વ્યક્તિ ઊંઘમાં પણ નથી હોતો આ અવસ્થામાં મન શાંત થઈ જાય છે મનમાં વિચારો સંકલ્પ વિકલ્પ નિ:વિચાર અવસ્થા. 

પતંજલિએ યોગસૂત્રમાં યોગ ની વ્યાખ્યા કરી છે 
"યોગચિત્તવૃત્તિનિરોધ તદાદ્રષ્ટા સ્વરૂપ અવસ્થાનમ"

 ચિત્તની વૃત્તિઓ શાંત થઈ જવી તે યોગ છે
 ત્યારે દ્રષ્ટા ( આત્મા ) ની પોતાના રૂપમાં સ્થિતી હોય છે 

હું કોણ છું ? 
તો તંદ્રા અવસ્થા માં જે સ્થિતિ છે તે સ્થિતિએ જે છું તે હું છું.

જાગ્રત અવસ્થામાં હું શરીર છું અને ઊંઘમાં હું વિશે મને કંઈ ખબર નથી તો શરીર નથી પણ હું જીવ (આત્મા) છું તેના માટે તંદ્રા ( તુરીય) અવસ્થા છે યોગમાં સમાધિ એ આઠમું અંગ છે પણ તુરીય અવસ્થા એ પણ એક શરૂઆત છે  પ્રાથમિક અવસ્થામાં ધ્યાન પણ આને કહેવાય છે
પતંજલિના યોગ સૂત્ર ચાર વિભાગમાં કુલ 195 સૂત્ર છે તેનો અભ્યાસ યોગ સાધનામાં ઉપયોગી થઈ શકે પરંતુ યોગનો અભ્યાસ જાણકારના માર્ગદર્શનમાં કરવા વિનંતી.

તો ધર્મની જરૂર કોને છે  ? 
 ધર્મ કોના માટે છે ?

તો ધર્મ હું જે જીવ (આત્મા) અવિનાશી છું તેના માટે ધર્મ જરૂરી છે  ? 

આજે ધર્મના નામે જે કાંઈ કર્મકાંડો કરવામાં આવે છે આરતી ,પૂજા, તીર્થયાત્રા ,મંદિર દર્શન ,ઉપવાસ, સ્નાન કથા ,સત્સંગ ...આ બધા જ્યારે હું કરું છું ત્યારે  હું શરીરના માટે અને શરીરને ધ્યાનમાં લઈને મારા મનમાં ભાવ હોય છે ?
મનનો જે સંકલ્પ છે તે ભાવ જીવ (આત્મા) માટે બંધન અને મોક્ષનું કારણ છે.

 તો ધર્મના નામે હું જે કાંઈ કરું છું તેની પાછળનો મનનો હેતુ ,સંકલ્પ, મનનો ભાવ આનું નિરીક્ષણ બહુ જ જરૂરી છે.

 આપણે બધા મહદ અંશે શરીરને ભોગો મળે ભૌતિક સુવિધાઓ મળે મનની ઈચ્છાઓ પૂરી થાય તે માટે ધાર્મિક કર્મકાંડો કરતા હોઈએ છીએ તો એ ધર્મનું કાર્ય નથી.

 ધર્મનું કાર્ય

 ચિતની શુદ્ધિ માટે હોય છે

 કે 

ચિત (મનની) ઈચ્છાઓ ની  પૂર્તિ ના માટે હોય છે

ગીતામાં આપેલ વચન મુજબ ભગવાન અંશ રૂપે આપણા હૃદયમાં રહેલો છે અને જ્યારે આપણું મન શાંત થાય ત્યારે તેની પાસેથી માર્ગદર્શન મળે છે.

તો આપણે ધર્મનું કાર્ય કયું છે તેના માટે ધ્યાનમાં બેસીને અંદરના પાસેથી માર્ગદર્શન મેળવીએ
તેના માટે યોગ કરવાનો છે. 

 તે યોગ  એટલે ચિતની વૃતિઓનો નિરોધ કરવો 

અધ્યાય છ આત્મસંયમ યોગ નો અભ્યાસ આમાં મદદ કરશે



ભગવદ્ ગીતા હિન્દુઓનો ધર્મગ્રંથ છે તો પછી જે લોકો સંસાર છોડીને હિંદુઓ  માટે સ્વેચ્છાએ બનેલા સાધુ , સંતો , કથાકારો ,બ્રાહ્મણો , પૂજારી , સંપ્રદાયના વડાઓ આ બધા હિન્દુઓ હોવા છતાં ભગવદ ગીતા નો પ્રચાર પ્રસાર કેમ નથી કરતા  ? 


ભગવાન માનવના હૃદયમાં અંશ રૂપે રહેલો છે માનવ માત્ર ની રચના એક સમાન છે જેથી હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી આ ઈશ્વરની ઉપાસના ના ભેદ ગીતામાં નથી .

અ 12 ભક્તિયોગ માં ભગવાનની બે રૂપે ઉપાસના થાય છે.

સગુણ સાકાર મૂર્તિ રૂપે (વિભૂતિ યોગ )અને નિર્ગુણ નિરાકાર રૂપે (વિશ્વરૂપ દર્શન) બંને ની ઉપાસના ની સમજણ અધ્યાય 12 માં આપી છે.


સગુણ સાકાર મૂર્તિરૂપે (અવતારવાદ) અને નિર્ગુણ નિરાકાર રૂપે (બ્રહ્મ પરમાત્મા ) બે ઉપાસના છે સગુણ સાકાર રૂપે ભગવાનની ઉપાસના સરળ છે પણ આંશિક છે જ્યારે નિર્ગુણ નિરાકારરૂપે અવ્યકત બ્રહ્મ ની  ઉપાસના કઠણ છે પણ પૂર્ણ છે.  

(વિનોબા ) 


અધ્યાય 2 સાખ્ય યોગ માં હું જીવ (ચેતન્ય) અને શરીર (જડ) બંને અલગ છે .જુના કપડા બદલવામાં આવે તેમ જીવ (આત્મા) શરીર બદલે છે શરીર બદલવાનું કારણ અધ્યાય 13 માં શરીર એ ક્ષેત્ર (ખેતર) છે અને જીવ ક્ષેત્રજ્ઞ (ખેડૂત) છે ખેડૂત ખેતરમાં વાવે તેની કાળજી કરે અને તેની લણણી કરે તેવી જ રીતે જીવે (આત્મા) શરીરનો ઉપયોગ કરવાનો છે.


ખેડૂત ખેતરમાં અનાજ વાવે તેવી રીતે ગીતાના આ વિચારો અંતઃકરણમાં એટલે મન બુદ્ધિ અને અહંકારમાં વાવવાના છે. 


(અ .10 શ્લોક 9 10 11) 


અંતઃકરણમાં રહેલો હું સાધકના અજ્ઞાન જનીત અંધકારને જ્ઞાનદીપક વડે નષ્ટ કરું છું 


(અધ્યાય 13 શ્લોક 17 22) 

હું જ્યોતિઓની પણ જ્યોતિ રૂપ અંધકાર (અજ્ઞાન) થી પર જાણવા યોગ્ય બોધ સ્વરૂપ અને જ્ઞાનથી પામી શકાય તે હું સૌના હૃદયમાં રહેલો છું. 


(અધ્યાય 15 શ્લોક 15) 

હું દરેક ના હૃદયમાં રહેલો છું મારાથી જ સાધકને સ્મૃતિ , જ્ઞાન ,અપોહન થાય છે બધા વેદો વડે જાણવા યોગ્ય વેદોનો રચનાર અને વેદોને જાણનાર હું જ છું. 


(અધ્યાય 15 શ્લોક 11) 

જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો પ્રયત્ન કરે સાધના કરે તો પણ મને ઓળખી શકતા નથી  (તેથી સાધના કરતાં મનની શુદ્ધિ મહત્વની અને પ્રથમ જરૂરિયાત છે) 


(અધ્યાય 18 શ્લોક 61 )

બધા ને જ તેમના  કરેલા કર્મો પ્રમાણે ભમાવતો (ચલાવતો) તેમના હૃદયમાં રહેલો છું.  


પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં ભગવાન અંશ રૂપે રહેલો છે તેનો ભગવાન સાથે સીધો સંબંધ છે ફક્ત તેણે પોતાના અંતઃકરણ મન બુદ્ધિ અને અહંકારની સાધના કરી શુદ્ધ કરવાના છે જે સાધના ભગવદ્ ગીતામાં બતાવી છે.


 દરેક વ્યક્તિ ભગવાન સાથે સીધો જોડાઈ શકે છે સાધક જેમ જેમ અંતઃકરણને પવિત્ર કરતો જાય તેમ તેમ અંદરનો અવાજ સ્પષ્ટ થતો જાય છે આ ભગવદ્ ગીતાની સાધના વાલીયાએ બુદ્ધે મહાવીરે તેમજ હજારો ઋષિઓએ એકાંતમાં બેસીને કરી અંદરના પાસેથી માર્ગદર્શન મેળવ્યું તે ગીતાની વાત આજના ધર્મના ઠેકેદારો સાધુ સંતો કથાકારો બ્રાહ્મણો પુજારી  કરવા જાય તો તેમનું મહત્વ ખતમ થઈ જાય.


વિશેષમાં ભગવાન વિશેનો ધર્મના ઠેકેદારોનો  પોતાનો કોઈ અનુભવ કે દર્શન નથી વેદોના દરેક મંત્રના દ્રષ્ટા ઋષિ છે જેમણે સમાધિ અવસ્થામાં જે અનુભવ્યું તે તેમણે વેદોમાં લખ્યું છે.


તો ધર્મના ઠેકેદારો આજે કોઈ સંપ્રદાયના સ્થાપક ગુરુ સંત કે પુરાણોના દેવની કથા કરીને લોકોમાં અવતારવાદ ઊભો કરી સગુણ સાકાર ની ઉપાસના ને જે મૂર્તિપૂજા નું રૂપ  આપ્યું છે તે સગુણ સાકાર ની ઉપાસના અધ્યાય 12 ના ઉપાસના સાથે સંમત છે  ?  ગીતાનો અભ્યાસ કરવા વિનંતી.


હું ભગવદ ગીતા નથી વાંચતો આના માટે  જવાબદાર કોણ ? 



ધર્મના ઠેકેદારો 

 કે

  હું પોતે જવાબદાર છું. 


ધ્યાનમાં બેસીને આનો જવાબ જો હિન્દુ હોઉં અને ભગવદ ગીતા માન્ય હોય તો હૃદયમાં રહેલા  અંશરૂપને જવાબ આપવા વિનંતી એ સાધનાની શરૂઆત છે. 


આ એક એવી પ્રસ્તુતિ છે જે મને વાંચી ઘણી સારી લાગી તો આપ સમક્ષ રજૂ કરું છું.



ટિપ્પણીઓ